First slide
પ્રાણાયામ

પ્રાણાયામ’ બે શબ્દોના મિલનથી બન્યો છે – ‘પ્રાણ’ અને ‘આયામ’. પ્રાણનું તાત્પર્ય શરીરમાં સંગ્રહિત થનારા વાયુ (જીવનશક્તિ) સાથે છે અને આયામનો અર્થ નિયમન (નિયંત્રણ) સાથે છે. આ પ્રકારે પ્રાણાયામનો અર્થ થાય છે - શ્વાસોચ્છ્વાસની ક્રિયા પર નિયંત્રણ કરવું. તેનો અભ્યાસ કરવાથી સંપૂર્ણ શરીર સ્વસ્થ રહે છે. પહેલાના જમાનામાં પ્રાણાયામનો અભ્યાસ સૌ કોઈ માટે સરળ અને સુલભ નહોતો, પરંતુ યોગઋષિ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજે તેને માત્ર સર્વસુલભ જ નથી બનાવ્યું, પરંતુ પ્રત્યેક વ્યક્તિ આજે પોતાની સ્વસ્થ જીવનશૈલીનું અભિન્ન અંગ માનવા લાગી છે.

પ્રાણાયામના સામાન્ય નિયમ
  • પ્રાણાયામ કરવા માટેનું સ્થાન હંમેશાં સ્વચ્છ અને હવા- ઉજાસવાળું હોવું જોઈએ. જો ખુલ્લા સ્થાનમાં અથવા જળ (નદી, તળાવ વગેરે)ની નજીક બેસીને અભ્યાસ કરો તો સૌથી ઉત્તમ છે.
  • શહેરોમાં જ્યાં પ્રદૂષણનો પ્રભાવ વધુ હોય, ત્યાં પ્રાણાયામ કરતાં પહેલાં ઘીનો દીવો, અગરબત્તી કે ધૂપ પ્રગટાવીને એ સ્થાનને સુગંધિત કરવું જોઈએ.
  • પ્રાણાયામ કરતી વખતે બેસવા માટેના આસનના રૂપમાં ધાબળો, શેતરંજી, ચાદર, રબરમેટનો ઉપયોગ કરવો.
  • પ્રાણાયામ કરતી વખતે ઢીલાં કપડાં (ઝભ્ભો-લેંઘો) વગેરે પહેરો જેથી શરીર પર કોઈ પણ પ્રકારના તણાવનો અનુભવ ન થાય. અભ્યાસ દરમિયાન પટ્ટો, ઘડિયાળ, ચશ્માં વગેરે કાઢી નાખવાં જોઈએ.
  • પ્રાણાયામ માટે સિદ્ધાસન/સુખાસન અથવા પદ્માસનમાં કરોડરજ્જુને સીધી રાખીને બેસવું જોઈએ. જો કોઈ જમીન પર ન બેસી શકતું હોય તો ખુરશી પર બેસીને પણ પ્રાણાયામ કરી શકાય છે.
  • પ્રાણાયામ કરતી વખતે પોતાની ગરદન, કરોડરજ્જુ, છાતી અને કમરને સીધાં રાખો.
  • શ્વાસ હંમેશાં નાકથી જ લેવો જોઈએ, મોં દ્વારા શ્વાસ ન લેવો જોઈએ, સામાન્ય અવસ્થામાં પણ નાકથી જ શ્વાસ લેવો જોઈએ.
  • પ્રાણાયામ કરનાર વ્યક્તિએ પોતાના આહાર-વિહાર-આચાર-વિચાર પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા ફળો અને તેનો રસ, લીલાં શાકભાજી, દૂધ અને ઘી સાથે સાત્વિક ભોજન લેવું.
તમારા રોજિંદા જીવનમાં ઉમેરવા જેવા આઠ પ્રાણાયામ
ભ્રસ્ત્રિકા અગ્નિનો યૌગિક શ્વાસ
Sthiti: સમસ્થિ (સાવધાન મુદ્રા)
How to Perform
  • વજ્રાસન અથવા સુખાસન (પલાંઠી વાળીને)માં બેસો. વજ્રાસનમાં પ્રાણાયામ વધુ અસરકારક હોઈ શકે છે કારણ કે તમારી કરોડરજ્જુ ટટ્ટાર છે અને ડાયાફ્રેમેટિક મૂવમેન્ટ વધુ સારી હોય છે.
  • બંને હાઠની મુઠ્ઠી વાળો અને હાથને કોણીમાંથી વાળીને ખભાની નજીક રાખો.
  • ઊંડો શ્વાસ લો, તમારા હાથ સીધા ઉપર ઉભા કરો અને તમારી મુઠ્ઠીઓ ખોલો.
  • સહેજ બળપૂર્વક શ્વાસ બહાર કાઢો, તમારા હાથને તમારા ખભાની બાજુમાં નીચે લાવો અને તમારી મુઠ્ઠીઓ બંધ કરો.
  • આ રીતે 20 વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરો.
  • તમારી જાંઘ પર હથેળીઓ રાખીને આરામ કરો
  • થોડા સામાન્ય શ્વાસ લો
  • વધુ બે વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરો.
Benefits
  • શરીર અને મનને શક્તિ આપે છે.
  • પ્રાણાયામ સમયે આપણાં ફેફસાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થાય છે
  • શરીરની વિવિધ અશુદ્ધિઓને દૂર કરે છે.
  • સાઇનસ, બ્રોન્કાઇટિસ અને અન્ય શ્વસન સમસ્યાઓમાં મદદ કરે છે.
  • જાગૃતિ અને ઇન્દ્રિયોની ગ્રહણ શક્તિમાં સુધારો કરે છે.
  • દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે.
Precautions while performing
  • આ પ્રાણાયામનો અભ્યાસ ખાલી પેટ સાથે કરવો.
  • સગર્ભા સ્ત્રીઓએ આ અભ્યાસ ન કરવો.
  • જે ગતિથી પ્રાણાયામ કરો છો અને જો ચક્કર આવે છે તો વિરામનો સમય વધારો.
  • જો તમે હાઇપર ટેન્શન અને ગભરાટના વિકારથી પીડાતા હોવ, તો નિષ્ણાતની દેખરેખ હેઠળ કરો.
Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ