મહિલાઓ માટે યોગ
તન-મનની તંદુરસ્તી સાથે મહિલાઓનું સશક્તિકરણ
કુદરતી રીતે જ મહિલાઓના શરીરની રચના પુરૂષના શરીર રચના કરતા અલગ પ્રકારની હોય છે. મહિલાઓ તેમના સમગ્ર જીવન દરમિયાન દિકરી, યુવતી, પત્ની, માતા અને દાદી જેવી વિવિધ પ્રકારની ભૂમિકામાંથી પસાર થતી હોય છે. વિવિધ ભૂમિકાઓ ભજવતા તેમને શારીરિક અને માનસિક રીતે ખૂબ પ્રભાવિત કરે છે. વધતી ઉંમરની સાથે મહિલાઓના શરીરમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બદલાવ થતા રહે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ‘સમત્વમં યોગ ઉચ્ચતે’ના ખરા અર્થમાં જીવનમાં ઉતારવાનો યશ બહેનોને જાય છે. મહિલાઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત અને સશક્ત બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખાસ સશક્તિકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. યોગ બોર્ડ યોગાભ્યાસને મહિલાઓના જીવન સાથે નિયમિત રીતે જોડવા સતત પ્રયત્નશીલ છે, જેનાથી મહિલાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી વધે, તણાવમાં ઘટાડો થાય અને આત્મવિશ્વાસ સતત વધતો રહે. જો વધુને વધુ મહિલાઓ યોગ સાથે જોડાશે તો સ્વસ્થ કુટુંબથી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજથી તંદુરસ્ત દેશનું ચોક્કસથી નિર્માણ કરશે.