માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય
માનનીય રાજ્યકક્ષાના મંત્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
અગ્ર સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
માનનીય અધ્યક્ષ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર
By reinforcing the benefits & need of the timeless art in modern lifestyle
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ(GSYB)ની સ્થાપના 21 જૂન, 2019માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ યોગને આજની જીવનશૈલીનો એક ભાગ બનાવવાનો છે. ખૂબ જ ઓછા સમયગાળામાં, GSYBએ ગુજરાતભરમાં યોગના પ્રચારમાં અગ્રેસર રહી, તેના અગણિત લાભ સૌના સુધી પહોંચાડ્યા છે. 80,000થી વધુ યોગ પ્રશિક્ષકોને ખંતપૂર્વક પ્રશિક્ષણ અને યોગ શિક્ષણને અભ્યાસનો ભાગ બનાવી GSYBએ સમગ્ર રાજ્યમાં યોગનો મજબૂત પાયો તૈયાર કરી ગુજરાતને યોગ સંસ્કૃતિનું વાઇબ્રન્ટ હબ બનાવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેની દીર્ધદૃષ્ટિ અને અનોખા દૃષ્ટિકોણે યોગની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત યોગને સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો કરનારા એક શક્તિશાળી માધ્યમ તરીકે સ્થાપિત કર્યું છે.
યોગ, હજારો વર્ષોથી ચાલી આવતી એક પ્રાચીનતમ પદ્ધતિ છે. જેની શરૂઆત ભારતમાં થઈ પરંતુ આજે વિશ્વભરમાં પ્રસરી રહ્યું છે. યોગ, દરેક વયના લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ માટેની એક લોકપ્રિય પદ્ધતિ તરીકે સ્વીકારાયું છે. યોગ મુખ્યત્વે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેનો એક અસરકારક અભિગમ છે, જેમાં અનેક શારીરિક મુદ્રાઓનો સમાવેશ થાય છે, જેને આસન કહેવાય છે, તેમાં આવતી શ્વસન ક્રિયાઓ અને ધ્યાન, યોગ કરનારને એક સંતુલિત અને સ્વસ્થ જીવનની અનુભૂતિ આપે છે.
શું તમે જાણો છો કે નિયમિત રીતે યોગ કરવાથી અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે? યોગ એક સર્વગ્રાહી પદ્ધતિ છે, જે શરીર સાથે મન અને આત્માને પણ લાભદાયી છે. વિવિધ અભ્યાસો દ્વારા પુરવાર થયું છે કે, યોગ તણાવ ઘટાડે છે, ઊંઘની ગુણવત્તા સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સ્વાસ્થ્યમાં સુધાર કરે છે. યોગની વિવિધ મુદ્રાઓ અને આસનો, અંગોને ગતિશીલ બનાવવામાં મદદ કરે છે અને લોહીનું ભ્રમણ વધારે છે, જે હૃદય રોગ, ડાયાબિટીસ અને સંધિવા જેવા જટિલ રોગોને નિવારવામાં સહાયક બને છે.
ઑફિસ યોગ, બેઠાડું કાર્યશૈલીને તંદુરસ્ત બનાવવાનો સરળ ઉપાય છે. ખુરશી પર બેઠાં-બેઠાં કોઈ પણ સમયે થતાં ઑફિસ યોગની હળવી કસરતો શરીરના દુખાવા, થાક અને ચિંતામાંથી મુક્તિ આપે છે. તમારા વ્યસ્ત દિવસમાં ઑફિસ યોગને સામેલ કરવાથી સ્નાયુઓની મજબૂતાઈ, લચક સહિત મનમાં સ્ફૂર્તિનો વધારો થાય છે.
યોગાસનની સરળ મુદ્રાઓને આપણી દૈનિક દિનચર્યામાં સમાવિષ્ટ કરીને આપણે માત્ર શારીરિક બિમારીઓ જ દૂર કરી શકીએ એટલું જ નહીં, જીવનમાં માનસિક સંતુલન, શાંતિ અને સકારાત્મકતામાં પણ વધારો કરી શકીએ છીએ. પ્રારંભિક યોગ મુદ્રાઓ હોય કે સામાન્ય અભ્યાસ, યોગના માધ્યમે સ્વસ્થ જીવન તરફની યાત્રા ચોક્કસથી સરળ બની શકે છે. અહીં કેટલાક સામાન્ય યોગાસનની માહિતી આપવામાં આવી છે, જેને દૈનિક જીવનમાં ઉમેરવાથી અનેક લાભ મેળવી શકો છો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા યોગ અભ્યાસક્રમો દ્વારા યોગની ઊંડાણ પૂર્વકની સમજ સાથે યોગ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિવિધ યોગ અભ્યાસક્રમ પ્રાચીન યોગના તત્ત્વજ્ઞાન પર આધારિત હોવાની સાથે આધુનિક વિજ્ઞાન અને સંશોધન પર પણ આધારિત છે. આ અભ્યાસક્રમના અંતે સહભાગીઓ પ્રમાણિત યોગ ટ્રેનર્સ બને છે.
લોકોની માનસિક અને શારીરિક સુખાકારી વધારવા, તેમની વ્યસ્ત જીવનશૈલીમાં સકારાત્મક બદલાવને પ્રોત્સાહન આપવા અને તણાવના સ્તરને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે, સરકાર દ્વારા ટૂંક સમયમાં વિવિધ 51 સ્થળોએ ‘યોગ નિલયમ’ના નામથી યોગ સ્ટૂડિઓ શરૂ કરવામાં આવશે. આ સ્ટૂડિઓનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોમાં યોગ પ્રત્યે ઊંડો રસ જગાવી તેમના દૈનિક અભ્યાસક્રમમાં યોગ સમાવવા પ્રેરિત કરવાનો છે.
Gujarat State Yog Board,
Fourth Floor, Block No. 3,
Karmayogi Bhavan, Gandhinagar
079 - 23258342/43