First slide
સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે યોગ
યોગ હજારો વર્ષોથી ચાલી આવતી એક પ્રાચીન પદ્ધતિ છે. જેની શરૂઆત ભારતમાં થઇ અને ધીરે-ધીરે આ યોગની વિવિધ પદ્ધતિઓ વિશ્વભરમાં પ્રચલિત થઇ. યોગ, દરેક વર્ગ અને ઉંમરના વ્યક્તિઓ માટે લોકપ્રિય કસરત અને અનેક રોગો સામે રાહત મેળવવાનું માધ્યમ બન્યું છે. મૂળરૂપે જોઈએ તો, યોગ એક શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેનો સર્વગ્રાહી અભિગમ છે. જે યોગ કરનારને સંતુલન અને સ્વાસ્થ્યમાં વધારો કરવામાં મદદ કરતી શ્વાસ લેવાની તકનીકો, ધ્યાન સહિત વિવિધ શારીરિક મુદ્રાઓ છે, જેને સંયુક્ત રીતે આસન તરીકે ઓળખવામાં આવે છે.

યોગની સૌથી મહત્ત્વની વાત તેનું વૈવિધ્ય છે. દરેક ઉંમરના અને અલગ-અલગ શારીરિક ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ તેને કરી શકે છે અને તેનામાં વ્યક્તિ પોતાની જરૂરિયાત અને ક્ષમતા અનુસાર બદલાવ કરી શકે છે. જો તમે આંતરીક શક્તિ અને શારીરિક લચક મેળવવા ઈચ્છો, તણાવ અને ચિંતા દૂર કરવા ઈચ્છો, કે માત્ર પોતાની સાથે સમય વિતાવવા ઈચ્છો, યોગ એક એવું માધ્યમ છે, જેના દ્વારા દરેક ઉંમરના લોકો તેમાંથી કંઇકને કંઇક પ્રાપ્ત કરી શકે છે.

યોગના સર્વગ્રાહી લાભો
ઊંઘની ગુણવત્તા સુધારે
શરીરમાં લચક, શક્તિ અને સંતુલન વધારે
તણાવ અને ચિંતા દૂર કરે
સ્વાસ્થ્યમાં સુધાર કરે
લોહીનું પરિભ્રમણ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધાર કરે
એકાગ્રતામાં વધારો કરે
પાચનક્રિયામાં સુધાર કરે
Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ