અષ્ટાંગ એટલે આઠ અંગો, જે યોગના કેન્દ્રો છે. મહર્ષિ પતંજલિ યોગને એક સર્વગ્રાહી પદ્ધતિ તરીકે સ્વીકારે છે, જેમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિ દ્વારા સ્વાસ્થ્યની સંપૂર્ણ સંભાળ શક્ય છે. આ માત્ર અમુક આસનોનો સમૂહ નથી, પરંતુ વિવિધ અને એકબીજા સાથે સંકળાયેલ પરિમાણોની સફર છે, જેમાં દરેક પરિમાણનું આગવું મહત્ત્વ છે. ચિત્તવૃત્તિનો નિરોધ, વિચારોમાં સ્થિરતા, મનને શાંત કરવાની ઊંડાણ પૂર્વકની સમજ દર્શાવે છે. મનને સ્થિર કરવાથી, આપણે આપણાં પરમ અસ્તિત્વ સુધી પહોંચીને પરમ સત્ય સાથે જોડાઈ શકીએ છીએ.
મન, વચન, કર્મથી અહિંસા
ઇરાદાઓમાં સત્ય, પરમ સત્યની નજીક
ચોરી ન કરવી
પવિત્ર વ્યવહાર, બ્રહ્મચર્યનું પાલન, લગ્ન બાદ વફાદારી
બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવો અને તેમની ઈચ્છા ન ધરાવવી
ચેતનાની સર્વોચ્ચ સ્થિતિ
શરીર અને મનની શુદ્ધિ
શારીરિક અને માનસિક લાભ તો અનુભવાશે, પરંતુ અષ્ટાંગ યોગનો દિવ્ય લાભ સમાધિમાં થતાં સ્વનો પરિચય પણ મળશે.
Gujarat State Yog Board,
Fourth Floor, Block No. 3,
Karmayogi Bhavan, Gandhinagar
079 - 23258342/43