First slide
સંદેશ
format_quote
જેવી રીતે યોગ શરીર, મન, બુદ્ઘિ અને આત્માને જોડે છે તેવી જ રીતે યોગ આજે સમગ્ર વિશ્વને જોડી રહ્યું છે. હું દરેક લોકોને આગ્રહ કરું છું કે યોગને પોતાના જીવનનો અભિન્ન હિસ્સો બનાવી જ્યાં શક્ય હોય ત્યાં નિયમિત રીતે યોગનો અભ્યાસ કરે અને કરાવતા રહે.
format_quote

શ્રી નરેન્દ્ર મોદી

માનનીય પ્રધાનમંત્રી, ભારત

format_quote
યોગને અપનાવવું એટલે અનેક પ્રકારની વ્યસ્તતા વચ્ચે પણ તંદુરસ્ત જીવનશૈલી તરફ પહેલું પગલું ભરવા જેવું છે. પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી યુવાઓમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યે નવો દ્રષ્ટિકોણ વિકસી રહ્યો છે. મને વિશ્વાસ છે કે યોગમય જીવન આપણને સૌને રોગમુક્ત જીવન તરફ ચોક્કસથી દોરી જશે.
format_quote

શ્રી ભૂપેન્દ્ર પટેલ

માનનીય મુખ્યમંત્રી, ગુજરાત

format_quote
પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસથી આજે યોગ વિશ્વભરમાં જાણીતું થયું છે. તંદુરસ્ત સમાજ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવા શુભ આશયથી યોગને ઘર-ઘર પહોંચડવાના છે. યોગ, વ્યસ્ત જીવન વચ્ચે પણ તંદુરસ્ત જીવનશૈલી તરફ લઇ જવાનો સરળ અને અસરકારક માર્ગ છે અને આપણે સૌએ એ માર્ગ પર ચાલવું જોઈએ તેવો મારો આગ્રહ છે.
format_quote

શ્રી હર્ષ સંઘવી

માનનીય રાજ્યકક્ષાના મંત્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગુજરાત સરકાર

format_quote
GSYBના અથાક પ્રયત્નો, અમારા ટ્રેનર્સ અને વિશાળ નેટવર્ક દ્વારા અમે પ્રગતિના ઉચ્ચ શિખરો સર કર્યા છે. આજે યોગના લાભને ગુજરાતનાં ખૂણે-ખૂણા સુધી અને દરેક વય અને સમાજના લોકો સુધી પહોંચાડ્યા છે. GSYBના તાલીમ કાર્યક્રમો દ્વારા યોગ ટ્રેનર્સનું એક નેટવર્ક ઊભું થઈ રહ્યું છે સાથે જ યોગ ટ્રેનર્સ દ્વારા સમાજમાં યોગનું સ્થાન મજબૂત થઈ રહ્યું છે.
format_quote

યોગસેવક શીશપાલ રાજપૂત

અધ્યક્ષ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર

Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ