ઑફિસ યોગ
વ્યસ્ત જીવનથી તંદુરસ્ત જીવનશૈલી તરફ
બદલાતા સમય અને અનેક વ્યસ્તતા વચ્ચે પણ કર્મચારીઓ પોતાની ઑફિસમાં યોગ કરીને તંદુરસ્ત જીવનશૈલીને અપનાવી શકે છે. ઑફિસ યોગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની એક અનોખી પહેલ છે, જેમાં દિવસનો લાંબો સમય એક જ સ્થળ પર બેસતા કર્મચારીઓને સક્રિયતા તરફ દોરી જવાનો પ્રયાસ છે. ઑફિસમાં યોગ કરવાના અસંખ્ય ફાયદા છે, જેમ કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં વધારો, તણાવમાં ઘટાડો, ધ્યાન કેન્દ્રિત થવાથી ઉત્પાદકતામાં વધારો સહિતના અનેક લાભનો અનુભવ થાય છે. આ સરળ આસનો કરવા માટે ખાસ પ્રકારના કપડાં કે સાધન સામગ્રી અથવા ખાસ જગ્યાની જરૂર પડતી નથી. ઑફિસ યોગ ડેસ્ક પર જ સરળતાથી થઇ શકે તેવી પ્રક્રિયા છે, જેની મદદથી કર્મચારીઓ તણાવને કારણે થતી અનેક સમસ્યાઓથી દૂર રાખી શકે છે.