First slide
જૂનિયર લેવલ-1
બાળકોને શિક્ષણ અને જીવનમાં સંતુલન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવી
જૂનિયર લેવલ-1, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) દ્વારા તૈયાર કરવામાં આવેલો પ્રારંભિક અભ્યાસક્રમ છે. આ પ્રારંભિક અભ્યાસક્રમમાં નાના બાળકો તથા યોગ શીખવાનું શરૂ કરનારા લોકોને સામાન્ય માહિતી આપવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં આસન, યોગ, ધ્યાન, પ્રાણાયામ સહિત મુદ્રાઓ, યોગ્ય રીતે શ્વાસ લેવાની કસરતો ઉપરાંત આરામની તકનીકો શીખવાડવામાં આવે છે. યોગને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. યોગના આધ્યાત્મિક પાસાઓનું અન્વેષણ કરતી વખતે શારીરિક અને માનસિક શક્તિ અને સ્થિતિસ્થાપકતા વિકસાવવાનું શીખવાડવામાં આવે છે. આ અભ્યાસક્રમ બાળકોને યોગ અને તેના ફાયદાઓ વિશે વધુ સમજણ મેળવવા માટે સક્ષમ બનાવે છે, તેમને સ્વસ્થ અને વધુ સંતુલિત જીવન જીવવા માટે તૈયાર કરે છે.
Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ