ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)
પ્રશિક્ષણ અને અભ્યાસક્રમો
યોગ ટ્રેનર બનવા માટેની લાયકાત
15 વર્ષથી ઉપરની કોઇ પણ વ્યકિત યોગ ટ્રેનર બની શકે છે.
યોગ ટ્રેનર બનવા માટે, અહીં ક્લિક કરી રજિસ્ટ્રેશન કરો
યોગ કોચ બનવાની લાયકાત
શૈક્ષણિક લાયકાતઃ અભ્યાસ ધોરણ 10 પાસ કે તેથી વધુ
ઉંમરઃ 21 વર્ષ કે તેથી વધુ
યોગ વિષયમાં કોઇ પણ માન્ય સરકારી/અર્ધસરકારી/ખાનગી સંસ્થા દ્વારા સર્ટીફિકેટ મેળવેલ ઉમેદવારને પ્રાથમિકતા
યોગ ટ્રેનર/યોગ ટીચર/યોગ ઇન્સ્ટ્રક્ટરને પ્રશિક્ષણ આપવાનો 3 વર્ષ કે તેથી વધુ અનુભવ
ઉમેદવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આગામી કાર્યક્રમોમાં જોડાવવા અને નિયત સમયપત્રક અનુસાર આ કાર્યક્રમોમાં હાજરી આપવા અનુકૂળ સક્ષમ હોવા જોઈએ.