એક એવા વિશ્વની કલ્પના કરો જ્યાં વસતા સૌ પોતાના આંતરિક અસ્તિત્વ સાથે એકાકાર હોય, સંતુલિત અને શાંતિમય જીવન વ્યતીત કરી રહ્યાં હોય. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સૌ એકસાથે યોગક્રિયા સાથે જોડાયેલા હોય. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરીકે અમારો વિશ્વાસ છે કે યોગ જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો સચોટ અને અસરકારક ઉપાય છે. અમારા માટે યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પદ્ધતિઓનો સમન્વય કરી સ્વાસ્થ્યને લાભ આપતી એક સર્વગ્રાહી પદ્ધતિ છે. અમારી વિચારધારા છે કે યોગ દ્વારા સૌ કોઈ લાભ મેળવી શકે છે અને યોગમાં સૌને એકસાથે લાવવાની, સમાજમાં એકરૂપતા અને સકારાત્મક બદલાવ લાવવાની શક્તિ રહેલી છે.