ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)
યોગાસનની શરૂઆત કેવી રીતે કરવી
સૂક્ષ્મ ક્રિયા, એક એવા પ્રકારનો યોગ છે, જેમાં સરળ કસરતો અને શ્વાસની ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ ક્રિયા આપણાં શરીરની નાડીઓમાં ઊર્જાનો સંચાર કરે છે. આ યોગમાં ધ્યાન, શારીરિક મુદ્રાઓ અને શ્વસન ક્રિયા દ્વારા શરીરના ચક્રોને ગતિમાન કરવામાં આવે છે. સૂક્ષ્મ ક્રિયા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્પષ્ટતા અને ભાવનાઓને સંતુલિત રાખવા માટેનું આદર્શ સાધન છે. આ યોગક્રિયા દરેક ઉંમરના વ્યક્તિઓ કોઈ પણ શારીરિક સ્થિતિ સાથે બેસીને અથવા સૂઈને પણ કરી શકે છે.