યોગ, શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક લાભદાયી ક્રિયા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે કોઇ પણ ઉંમર, જાતિ અથવા સામાજિક દરજ્જો ધરાવતા દરેક વ્યક્તિ સુધી યોગને પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાત્રા યોગના પ્રચારક અને પ્રખર હિમાયતી ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ રાજ્યભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમે યોગ અંગે લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થતાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પહેલનો ઉદ્દેશ્ય વ્યક્તિથી લઇને સમાજને યોગ માટે માહિતગાર કરવા, પ્રેરિત કરવા અને તેમને મદદ કરવાનો છે.