First slide
Floor Asanas
Laying on the Back

અર્ધ હલાસન અડધા હળ જેવું આસન

'અર્ધ' એટલે અડધુ અને 'હાલા' એટલે હળ. આ મુદ્રાને અર્ધ હલાસન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની અંતિમ સ્થિતિમાં, શરીર ભારતીય હળના અડધા આકાર જેવું લાગે છે.


Sthiti:

How to perform
01
પીઠ પર સૂઈ જઈ હથેળી જમીન પર અને પગ સીધા તેમજ પંજા એકબીજા સાથે જોડાયેલા રાખો.
02
શ્વાસ અંદર ભરી પગને ઘૂંટણથી વાળ્યા વિના 90 ડિગ્રી (સમકોણ) સુધી ધીરે-ધીરે ઉપરની તરફ લઈ જાઓ.
03
નિતંબથી ખભા સુધીનું શરીર સીધું રાખો.
04
સામાન્ય શ્વાસ સાથે 10-30 સેકન્ડ માટે આરામથી આ સ્થિતિ જાળવો
05
શ્વાસ છોડો, માથું ઉપાડ્યા વિના ધીમે-ધીમે પગને જમીન પર નીચે લાવો.
06
શવાસનમાં આરામ કરો.
Benefits
આ આસન આંતરડાંને સબળ અને નીરોગી બનાવે છે. તેનાથી કબજિયાત, ગેસ, સ્થૂળતા વગેરે દૂર થાય છે અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
નાભિનું ખસવું, હૃદયરોગ, પેટનો દુખાવો અને શ્વસનરોગમાં તે અત્યંત ઉપયોગી છે. એક-એક પગથી ક્રિયા કરવાથી કમરના દુખાવામાં વિશેષ લાભ થાય છે.
Precautions while performing
જેને કમરમાં વધુ દુખાવો રહેતો હોય તેઓએ એક એક પગ ઊંચો કરવાની ક્રિયા કરવી, બંને પગ ઊંચા કરવાની ક્રિયા ન કરવી.
Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ