First slide
ઊભા ઊભા કરવાના આસન

ઉત્તાનાસન (પાદહસ્તાસન)

હાથને પગ સુધી લઇ જવાનું આસન સીધા ઊભા રહી આગળની તરફ વળો – ઉત્તાનાસન (ઉત્ત-આસન) એક એવી ક્રિયા છે જેમાં આખું શરીર ખેંચાય છે અને હેમસ્ટ્રિંગ પર પડતાં દબાણ મુજબ તેની તીવ્રતા વધુ કે ઓછી કરી શકાય છે. આ મુદ્રા સંસ્કૃત શબ્દ ‘ઉત્ત’ પરથી આવી છે, જેનો અર્થ થાય છે તીવ્રતા; તાન એટલે કે ખેંચાવું; અને આસન એટલે મુદ્રા.

Sthiti:

How to perform
1
તાડાસનમાં સીધા ઊભા રહો અને બંને પગ પર શરીરના વજનને સંતુલિત કરો.
2
શ્વાસ અંદર લેતા, માથા ઉપર હાથ ઊંચા કરો.
3
શ્વાસ છોડો અને પીઠ સીધી રાખી આગળની તરફ ઝૂકો.

4
20-30 સેકન્ડ્સ સુધી આ સ્થિતિમાં રહો અને ઊંડા શ્વાસ લો.
5
પગ અને કરોડરજ્જુને ટટ્ટાર રાખો, હાથને જમીન પર અથવા પગની બાજુમાં રાખો.
6
શ્વાસ બહાર કાઢતા, છાતીને ઘૂંટણ સુધી લાવો અને નિતંબ અને ટેલબોનને બને એટલા ઉપર ઉઠાવો.

7
માથાને પગ તરફ લઇ જાઓ. ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો.
8
શ્વાસ અંદર લેતા, હાથને આગળ અને ઉપર લઈ જતાં ઊભા થાઓ.
9
શ્વાસ બહાર કાઢતા, હાથને શરીરની બાજુમાં લાવો.


Benefits
પીઠના સ્નાયુઓને ખેંચાણ મળે છે.
લોહીનું ભ્રમણ ઝડપી કરી ચેતાતંત્રમાં સ્ફૂર્તિ લાવે છે.
મગજમાં લોહીનું ભ્રમણ વધારે છે.
હેમસ્ટ્રિંગ્સને ખેંચાણ મળે છે.
પેટના અંગોને ચુસ્ત કરે છે.
Precautions while performing

હૃદય રોગ, કરોડરજ્જુના રોગ, પેટમાં સોજો, હર્નિયા, ચાંદા, ગ્લુકોમાં, માયોપિયા અને વર્ટીગોની સમસ્યા હોય તેમણે આ ક્રિયા ન કરવી.

Subscribe to Newsletter
કોપીરાઇટ © 2025 ગુજરાત રાજય યોગ બોર્ડ