સમર યોગ કૅમ્પ વિશે

યોગ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન ભાગ હોવાની સાથે, શરીર અને મનને સ્વસ્થ રાખતી એક સંપૂર્ણ પદ્ધતિ છે. આજે સમગ્ર વિશ્વ યોગ દ્વારા મળતાં લાભ મેળવી રહ્યું છે, જેનો શ્રેય સંપૂર્ણપણે આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જાય છે.

2014માં યુનાઇટેડ નેશન્સના સંમેલનમાં પ્રધાનમંત્રીશ્રીએ આપેલા વક્તવ્યમાં સમગ્ર વિશ્વનું ધ્યાન યોગ તરફ દોર્યું હતું. તેમણે જ યોગને વિશ્વ મંચ પર લાવી, 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ’ ઘોષિત કરવાનું મંતવ્ય આપ્યું હતું, જેને વિશ્વભરે ઉત્સાહપૂર્વક વધાવી લીધું હતું.

યોગને પ્રચલિત કરવાના પ્રધાનમંત્રીશ્રીના આવાહનને અનુસરતા અનેક શહેરો, ગામો અને રાજ્યોની વિવિધ સંસ્થાઓએ યોગ શિબિરનું આયોજન કર્યું. આ શિબિરોમાં દરેક વયના વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો.

ગુજરાત સરકારે યોગ જાગૃતિ અભિયાનમાં એક કદમ આગળ વધીને આવનારી પેઢી સુધી યોગવિદ્યા પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા લાવવાની સાથે, ગુજરાત સરકાર યોગના માધ્યમથી બાળકોને તેમના ભણતર, રમત-ગમત અને જીવનના લક્ષ્યોને પામવા માટે સક્ષમ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત 9 થી 15 વર્ષના બાળકો માટે 21 થી 30 મે, દરમિયાન નિઃશુલ્ક ‘સમર યોગ કૅમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ કૅમ્પના આયોજન સ્થળ

33
જિલ્લા
08
મહાનગરપાલિકા
નિઃશુલ્ક પ્રવેશ
સમર યોગ કૅમ્પમાં રજિસ્ટ્રેશન માટે

બાળકોને યોગના લાભ

તન અને મન તંદુરસ્ત કરે
ભણતરમાં એકાગ્રતા વધારે
યાદશક્તિમાં વધારો કરે
બાળકને મેધાવી અને તેજસ્વી બનાવે
શરીરના લચીલાપણામાં વધારો કરે
માંસપેશીઓની ક્ષમતા વધારે

સમર યોગ કૅમ્પના લાભ

01

અનુભવી અને સર્ટિફાઇડ યોગ શિક્ષકો પાસેથી તાલીમ

02

કૅમ્પના અંતે સર્ટિફિકેટ

03

ઘરે યોગ કરી શકો તેવી માહિતી પુસ્તિકા

Copyright © 2023 GSYB