Top
ભારતીય સંસ્કૃતિની દેન ‘યોગ’ને આખા વિશ્વમાં પહોચાડવા માટે ૨૧ જુનને ‘ વિશ્વ યોગ દિવસ’ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાનશ્રી માન.નરેન્દ્રભાઇ મોદીજીએ સુચન કરેલ જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ૨૦૧૫ થી ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયુ.જે સંકલ્પને પરીપુર્ણ કરવા ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ એસએજી/201819/1726/બ તા.21/06/2019થી “Gujarat State Yog Board” ની રચના કરવામાં આવી છે.
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારિરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો હેતુ છે.
યોગ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા થાય તે માટેનો છે.
યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. જે થકી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા, તેમજ યોગ કોચને તાલીમ આપી તાલીમબધ્ધ યોગ કોચ બનાવવા. અને દરેક યોગ કોચ હેઠળ ૧૦૦ જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા.આ યોગ ટ્રેનરો દ્રારા યોગ વર્ગો તેમના વિસ્તારમાં યોગ બોર્ડ અંતર્ગત શરૂ કરાવવાની કામગીરી સદરહું બોર્ડ દ્રારા કરવામાં આવે છે.
સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. ગુજરાત ભરમાથી મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સએ પણ સ્વીકારી લીધુ છે કે યોગ એ માત્ર શારીરીક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, જીવનમા સારૂ સ્વાસ્થ્ય, સફળતા અને સંપુર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે.તો આવો આપણે સૌ યોગ સાથે જોડાઇયે અને યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ.