7 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
7 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
ભારતીય સંસ્કૃતિની દેન ‘યોગ’ને આખા વિશ્વમાં પહોચાડવા માટે 21 જુનને ‘International yog day’ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાનશ્રી માન.નરેન્દ્રભાઇ મોદીજીએ સુચન કરેલ જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ૨૦૧૫ થી ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયુ.જે સંકલ્પને પરીપુર્ણ કરવા ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ એસએજી/201819/1726/બ તા.21/06/2019 થી “Gujarat State Yog Board” ની રચના કરવામાં આવી છે.
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારિરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો હેતુ છે.
Read More